મુખપૃષ્ઠ | સનદી સેવા પરીક્ષા અભ્યાસ કેન્દ્ર | હેતુ અને પરિચય |
| વહીવટી સેવા અંગેની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રશિક્ષણ યોજના |
| હેતુ અને પરિચય | | Civil Service Enternace Exam Final Result | | યુપીએસસી સીવીલ સર્વિસીઝ સ્પર્ધાત્મક પરીક્ષા જોગ | | અભ્યાસ કેન્દ્ર તાલીમ સમય પત્રક ૨૦૧૨ - ૨૦૧૩ 
| ગુજરાત સરકારે સનદી સેવા પરીક્ષા માટે પ્રશિક્ષણ આપવા માટેની યોજના સપ્ટેમ્બર, ૧૯૯૨ થી સરદાર પટેલ રાજય વહીવટી સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો, કે જેઓ કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા સંચાલીત થતી સિવિલ સર્વિસીઝ (આઈ.એ.એસ. / આઈ.પી.એસ. / આઈ.એફ.એસ.) માં જોડાવા માટે મહત્વાકાંક્ષા ધરાવતા હોય, તેમને તાલીમ આપવા માટે શરૂ કરેલ છે. |
|
| | વહીવટી પાંખ :સરકારે આ કેન્દ્ર ચલાવવા માટે નીચેની જગ્યાઓ મંજુર કરેલ છે : |
| | ક્રમ | મંજુર જગ્યા |
|---|
૧ | સંયુક્ત નિયામક | ૨ | મદદનીશ (સચિવાલય કેડર) અથવા નાયબ મામલતદાર | ૩ | ટાઇપિસ્ટ (અંગ્રેજી અથવા ગુજરાતી) | ૪ | પટાવાળા કમ ડ્રાઈવર | ૫ | બેરર | ૬ | રસોઇયો | | નોંધ : આ કેન્દ્રની પ્રવૃત્તિઓને વધારે પ્રબળ બનાવવા માટે નીચેના અધિકારીઓ પણ, તેમની નિયમિત ફરજ ઉપરાંત, આ કેન્દ્રને ફાળવવામાં આવેલ છે. | ૧ | સંશોધન અધિકારી |
|
|
|
| સ્પીપા અભ્યાસ કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે લાયકાતનાં ધોરણો |
| ક્રમ | તાલીમ કાર્યક્રમો, સંચાલીત તાલીમ વર્ગો, તાલીમાર્થીઓની સંખ્યાની વિગતો |
|---|
અ | શૈક્ષણિક લાયકાત |
| કોઈ પણ વિધાશાખાના સ્નાતક | બ | વય મર્યાદા |
| | સામાન્ય જાતિ | : | ૨૧ થી ૩૦ વર્ષ | | સા.શૈ. પછાત વર્ગ | :
| ૨૧ થી ૩૩ વર્ષ | | અનુસૂચિત જાતિ/જનજાતિ વિદ્યાર્થીઓ | : | ૨૧ થી ૩૫ વર્ષ |
| ક | - | ડ | આ પૂર્ણ સમયનો અભ્યાસક્રમ છે અને ઉમેદવારોને કોઈ પણ નોકરી કરવા અથવા બહારનો અભ્યાસ કરવા પર પ્રતિબંધ છે. | ઇ | તાલીમ ફી : કોઈ પણ પ્રકારની તાલીમ ફી નથી. પરંતુ ઉમેદવારોએ નીચેની રકમ ડિપોઝિટ તરીકે આપવી પડશે : |
| લાયબ્રેરીડીપોઝીટ રૂ.૨૨૦૦ તાલીમ ડીપોઝીટ રૂ. ૧૦૦૦ હોસ્ટેલ ડીપોઝીટ રૂ.૧૦૦૦ |
|
| અભ્યાસ કેન્દ્રમાં ઉપલબ્ધ બેઠકો |
| સામાન્ય વર્ગ | : | ૩૬ બેઠકો | | અનુસૂચિત જાતિ | : | ૧૨ બેઠકો | | અનુસૂચિત જનજાતિ | : | ૧૨ બેઠકો | | સા.શૈ. પછાત વર્ગ | : | ૧૨ બેઠકો | | કુલ | : | ૭૨ બેઠકો |
|
દર વર્ષે જુન-જુલાઇ મહિનામાં ગુજરાતી-અંગ્રેજી સમાચારપત્રમાં જાહેરાત આપવામાં આવે છે. તેના અનુસંધાનમાં લાયકાત ધરાવનાર ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવે છે. પ્રવેશ પરીક્ષાની ફી તરીકે સામાન્ય વર્ગના ઉમેદવારોએ રૂ. ૧૦૦/- અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સા.શૈ. પછાતવર્ગના ઉમેદવારોએ રૂ. ૫૦/- અરજી સાથે આપવાની હોય છે. પ્રવેશ પરીક્ષા ત્રણ વિવિધ તબક્કામાં યોજવામાં આવે છે. પ્રવેશ પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો ધરાવતા પ્રાથમિક તબક્કામાં – પેપર ૧. સામાન્ય અભ્યાસ (૨૦૦ ગુણ) અને પેપર ર. એપ્ટીટ્યુડ ટેસ્ટ (૨૦૦ ગુણ) ની આપવાની રહે છે. બંને પેપરમાં ખોટા જવાબ એક કરતા વધારે જવાબ એક પ્રશ્નમાં હશે તો તેના ૦.૩૩ ટકા નકારાત્મક માર્ક (નેગેટીવ માર્ક) ગણવામાં આવે છે. પ્રાથમિક તબક્કાની પરીક્ષાના આધારે કેટેગરી પ્રમાણે (કેટેગર વાઇઝ) મેરીટ (પરીણામ) તૈયાર કરવામાં આવે છે. જેમાંથી કુલ પ્રવેશ સંખ્યા ૭૨ સીટના ૨.૫ ગણા એટલે કે ૧૮૦ ઉમેદવારોને દ્વિતીય તબક્કા અને તૃત્તીય તબક્કાની કસોટી માટે બોલાવવામાં આવે છે. ઓગષ્ટ મહિનામાં દ્વિતીય તબક્કામાં નિબંધ કસોટી (૧૦૦ ગુણ) અને તૃત્તીય તબક્કામાં મૌખિક ઇન્ટરવ્યુ (૫૦ ગુણ) આપવાનું હોય છે. અંતિમ પસંદગી ઉ૫રોક્ત ત્રણેય તબક્કાના કુલ ૫૫૦ ગુણમાંથી મેળવેલ ગુણ પ્રમાણે મેરીટ વાઇઝ અને કેટેગરી વાઇઝ કરવામાં આવે છે. તાલીમ માટેનું સત્ર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ કરવામાં આવે છે. |
|
|
|  | વાતાવરણ |
| લગભગ ૧૦૦ ઉમેદવારોનું એક જુથ એક જ લક્ષ્ય માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમની વચ્ચેની અરસપરસની ચર્ચા વિચારણા અત્યંત ઉપયોગી થતી જોવા મળેલ છે. સ્પીપા આ જૂથ કાર્ય માટે એક મંચ પુરું પાડે છે. બગીચા અને હરિયાળી જમીન સાથેનું ૮ એકર વિસ્તારની જમીનનું આ કેમ્પસ અભ્યાસ માટે એક કુદરતી વાતાવરણ ઉભું કરે છે. |
|
|  | તાલીમ |
| સમન્વિત તાલીમ કે જે રાજ્ય સેવા પરીક્ષાનાં ત્રણેય તબક્કાઓ, જેવા કે, પ્રિલીમ, મુખ્ય અને ઈન્ટરવ્યુ, ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. સ્પીપા સાથે જોડાયેલા વિપુલ અનુભવવાળા વ્યાખ્યાતા ઉમેદવારોને ફક્ત સામાન્ય અભ્યાસ માટે જ નહીં પરંતુ વૈકલ્પિક વિષયો માટે પણ મદદરૂપ થાય છે. |
|
|  | પુસ્તકાલય |
| સમૃદ્ધ પુસ્તકાલય સનદી સેવા પરીક્ષાના સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયો માટેનાં આધુનીક સામગ્રી અને પુસ્તકો સાથે સજ્જ છે. ઉમેદવારો માટે એક મોકળાશવાળો, હવા – ઉજાસવાળો વાંચન કક્ષ પુરો પાડવામાં આવેલ છે. સામયિકો અને વર્તમાન પત્રોની વિશાળ શ્રેણી પણ ઉપલબ્ધ છે. |
|
|  | છાત્રાલય |
| સ્પીપા અનામત વર્ગના બહારગામના ઉમેદવારોને મફત રહેવા – જમવાનું પુરું પાડે છે. સામાન્ય વર્ગના બહારગામના ઉમેદવારોને પણ રાહત દરે રહેવા – જમવાનું પુરું પાડવામાં આવે છે. અનામત વર્ગના ઉમેદવારોને. |
|
|  | પ્રવૃત્તિઓ |
| નિષ્ણાત વ્યાખ્યાતા દ્વારા સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયોની નિયમિત તાલીમ. વર્તમાન ઘટનાઓ પર ઉમેદવારો દ્વારા જૂથ ચર્ચાઓ અને રજૂઆતોની હારમાળા નિયમિત રીતે યોજવામાં આવે છે. ઉમેદવારોના મૂલ્યાંકન માટે માટે સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયો ઉપર કસોટી અને નિબંધ લેખન વારંવાર યોજવામાં આવે છે. |
|
કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા યોજવામાં આવતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા (આઈ.એ.એસ. / આઈ.પી.એસ. વગેરે) વિશે જાગરૂકતા ઉભી કરવા માટે, સરદાર પટેલ રાજય વહીવટી સંસ્થા, અમદાવાદ સ્નાતક અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષની પરીક્ષામાં બેસેલ વિદ્યાર્થીઓ માટે, ૨૦૦ વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસનો એક એવા બે સંસ્કરણ અભ્યાસક્રમ વિના મુલ્યે યોજે છે. સંસ્કરણ અભ્યાસક્રમ માટે અંગ્રેજી અને ગુજરાતી અખબારો મા જાહેરાત આથી વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે. |
|
કારકીર્દિ માર્ગદર્શન પરિસંવાદ |
અનુભવે એવું જણાયું છે કે જો વિદ્યાર્થીઓ સનદી સેવા પરીક્ષાની તૈયારી સ્નાતક થયા પછી કરવાને બદલે જો શાળા કક્ષાએ થી જ ચાલુ કરી દે તો સનદી સેવાની પરીક્ષાનું પ્રમાણ વધારી શકાય. શરૂઆતના તબક્કામાં સામુહીક જાગરૂકતા ઉભી કરવા માટે, સ્પીપા અભ્યાસ કેન્દ્ર દ્વારા ગુજરાતમાં “કેમ્પસની અંદર અને કેમ્પસની બહાર” કારકીર્દિ માર્ગદર્શન પરિસંવાદ યોજે છે. જે કોઈ શાળા / કોલેજને કારકીર્દિ માર્ગદર્શન પરિસંવાદ યોજવા માટે રસ હોય અને જો તેઓ સ્પીપાનો સંપર્ક કરે તો અમે તમામ પ્રકારની મદદ આપીશું. |
|
|