Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

વિહંગાવલોકન

વિહંગાવલોકન
 

વિહંગાવલોકન

Overviewસ્પીપાની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની સર્વોચ્ચ તાલીમ સંસ્થા તરીકે ૧૯૬૨માં કરવામાં આવી હતી. ૧૯૭૪માં, સંસ્થાનું પુન:નામાંકરણ સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે કરવામાં આવ્યું. આ સંસ્થા તેની ભૂમિકા પરિપૂર્ણ કરવામાં જરૂરી લવચીકતા મેળવે અને રાજ્ય સરકારની અપેક્ષાઓને પૂરી કરી શકે હેતુસર ઑક્ટોબર, ૨૦૦૪માં તે (ભારતીય સોસાયટી અધિનિયમ હેઠળ નોંધાયેલી) એક સ્વાયત્ત સંસ્થા બની હતી.

Overviewભારતના લોખંડી પુરુષના નામ પરથી બનેલી આ સંસ્થા સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સ્પીપાના નામથી જાણીતી છે, તેની સ્થાપના સરકારી સંસ્થાઓની તાલીમ માટે કરવામાં આવી હતી. આ સંસ્થા માનવ મૂડના વિકાસ માટે દ્રઢપણે કટિબદ્ધ છે. તે જાહેર વહીવટ, ગ્રામિણ વિકાસ, સ્થાનિક સ્વ સરકાર, હોનારત સંચાલન અને સંબંધિત ક્ષેત્રોમાં રાજ્યને તાલીમ પૂરી પાડે છે, જેથી સરકારી કર્મચારીઓની ક્ષમતા પ્રભાવશાળી બને છે અને તેથી આદર્શ શાસનના પ્રયત્નની પ્રતિતી કરવામાં મદદ મળે છે.

સ્પીપા, આદર્શ શાસનના પ્રતિકસમા અશોક ચક્રમાંથી પ્રેરણા મેળવે છે. ચક્રના ૨૪ સ્પોક છે, તે દરેક સુશાસન માટેના મહ્ત્વપૂર્ણ લાક્ષણિકતાઓ માટે અર્થસૂચક છે.

Circular Chart

પ્રસ્તાવના

રાજ્યને ઉન્નત કરવા માટે, ઝડપી પ્રગતિ અને વિકાસના યુગમાંથી ઉછળતાં-કૂદતાં, રાજ્યનું સંચાલન કરતાં માનવબળ માટે સતત અદ્યતન ક્ષમતાઓ અનિવાર્ય શરત છે. ક્ષમતા પરિવર્તનનું સાધન બનાવવા હેતુને ક્રિયામાં રૂપાંતરિત કરવા વ્યક્તિગત સુધારણા અને જરૂરી જ્ઞાન આવશ્યક છે.

આ આદેશ સાથે, નાગરિકોને સેવા આપવામાં, તેમના અત્યંત સંતોષ માટે સરાકારી પદાધકારીઓને સજજ કરવા સ્પીપાએ સ્પીપાએ મોટી સંખ્યામાં તાલીમ કાર્યક્રમનો નકશો તૈયાર કર્યો છે. સુશાસન વ્યવસ્થા માટેના કેન્દ્ર અને ગ્રામિણ વિકાસ માટેની રાજ્ય સ્તરીય સંસ્થામાં સંશોધન અને સર્વે પણ હાથ ધરવામાં આવ્યા છે.

રાજ્યસ્તરીય તાલીમ નીતિ

ગુજરાત સરકારે તેમના કર્મચારી વર્ગની કામગીરીને વધારવા માટે તાલીમને, પ્રયાસ અને પરીક્ષણના અસરકારક સાધન તરીકે સ્વીકૃત કરી છે. ૧૯ એપ્રિલ, ૨૦૦૪થી અમલી બનેલી રાજ્ય તાલીમ નીતિમાં જાહેર સેવા આપનાર સેવક માટે સ્પીપા અથવા અન્ય સ્વીકૃતિ તાલીમ સંસ્થામાં 'ફરજિયાત તાલીમ' માટેનું માળખું તૈયાર કરાયેલું છે. તેનો મુખ્ય હેતુ લોકોને સારી સેવા પૂર્ણ કરાવવા દરેક સ્તરના સરકારી કર્મચારીઓના જ્ઞાન અને ક્ષમતાને અદ્યતન બનાવવાનો છે.

સ્પીપાએ એકધાર્યાપણે રાજ્ય તાલીમ નીતિનું અસરકારક અમલીકરણ કર્યુ છે. ભારત સરકારે પશ્ચિમી ક્ષેત્ર ના સહભાગીઓ ને વિશિષ્ટ પ્રશિક્ષણ આપવા માટે આ સંસ્થા માં એક કુદરતી હોનારત પ્રબંધ એકમ ની રચના કરેલ છે.

સ્પીપા : ગુજરાતની સર્વોત્તમ તાલીમ સંસ્થા

દૂરદ્રષ્ટિ

વ્યવસ્થાપન અને નાગરિક કેન્દ્રિય જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના એક કેન્દ્ર તરીકે ઊભરી આવવું.

જ્યારે દેશના નાગરિક સેવકો અને અમલદારશાહી, બહુધા, લોકશાહીના સંસ્થાપનમાં આપણાં સ્પાથક પાલકોના દ્રષ્ટિ સુધીની સિમિતતા છે, ત્યારે એક પારદર્શક અને અસરકારક તંત્ર ઊભું કરવાની વધુ જરૂરિયાત જણાય છે. સ્પીપા તેના કેન્દ્રમાં નાગરિક સાથેના જાહેર વહીવટ પર દબાણ મૂકે છે.

હેતુઓ

Ojectivesસ્પીપાની સ્થાપના રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને વિભાગોને તાલીમ આપવા માટે કરવામાં આવી છે અને આ હેતુસર તે વિવિધ સ્તરના અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતાને અદ્યતન બનાવવાની જરૂરિયાત નક્કી કરે છે. તે સરકારની વિવિધ બાબતો જેવી કે વહીવટી સુધારાઓ, સુશાસન, ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાઓ, અન્ય વિભાગો અને આ ઉકેલો સાથે જોડાયેલા વિભાગો માટે નિષ્ણાંત જૂથ તરીકે કાર્ય કરે છે. સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી અથવા આપમેળે વિવિધ ચર્ચા પરિષદો અને કોન્ફરન્સોનું આયોજન પણ કરે છે.

સ્પીપા તેના સંઘ અનૌપચારિક પત્ર (મેમોરેન્ડમ ઓફ એસોસિએશન) માં જણાવેલા નીચેના હેતુ સાથે કાર્ય કરે છે :

  • સામાન્ય માળખાકીય સ્રોતોની વહેચણી કરવા ઈચ્છિત વિવિધ રાજ્ય સરકારની સંસ્થાઓને એકસાથે લાવવી.
  • રાજ્ય સરકારમાં નવી ભરતી માટે સંસ્થાગત તાલીમ આપવી અને સચિવાલય, ખાતાકીય કે જિલ્લા સ્તરે અધિકૃત, તમામ સ્તરે રાજ્પત્રિત અને બિન-રાજપત્રિત કર્મચારીઓ માટે પૂર્વ-સેવા અને સેવા દરમિયાન તાલીમનું આયોજન કરવું.
  • સુશાસન માટે સંબંધિત મુદ્દાઓ પર સેમીનાર, કોન્ફરન્સ, ચર્ચાઓ, ચર્ચા પરિષદો, કાર્યશાળા વગેરેનું આયોજન કરવું.
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગો માટે તાલીમની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું અને અભ્યાસક્રમને તૈયાર કરવો.
  • સનદી સેવા પરીક્ષાઓ માટે પ્રશંસાપાત્ર વિદ્યાર્થીઓની તૈયારી માટે કાર્યક્રમો બનાવવા.
  • જાહેર વહીવટ પર માહિતી અને જાગૃતિ માટે પુસ્તકાલય અને પ્રકાશનો સ્થાપના અને જાળવવા.

સ્પીપાનો ફાયદો

સ્પીપા શાસન વ્યવસ્થા સુધારણામાં વહેંચણી અને અન્વેષણ માટેની એક નવી શક્યતાઓ લઈને રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ તરીકે ઊભરી આવેલી સંસ્થા છે. સંસ્થાની દરેક ક્ષેત્રમાંથી તજ્જ્ઞનોને પૂરા પાડવાની તેની ક્ષમતા અનન્ય છે. જે તેની ઘરઆંગણાની યોગ્યતાના પ્રયત્નોને પૂરક બનાવે છે. સ્પીપાનું સંકુલ અને સુવિધાઓ વિદ્યાર્થીઓ અને ચર્ચા, સંશોધન અને દસ્તાવેજીકરણ માટે પરિપૂર્ણ પરિસર રજૂ કરે છે. તે વ્યહાત્મક રીતે ગુજરાતના વિકાસ હબ એવા અમદાવાદના હ્રદયમાં વસેલું છે. તેનું વિશેષિત જરૂરિયાત આધારિત તાલીમ કાર્યક્રમો વૈવિધ્યસભર અને આદાનપ્રદાન પૂરી પાડનારા છે. સ્પીપા તેના સાપેક્ષ ક્ષેત્રોમાં દેશમાં સેવા આપતાં પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગૌરવ પણ લે છે અને સંતોષજનક કારકીર્દી માટે આનંદ અનુભવે છે. આખી વસ્તુનો વિચાર કરતાં, તે તેના હેતુઓને માટે પ્રતિબદ્ધતા અને ડાયનામિઝમની લાક્ષણિકતાઓ ધરાવતી કેન્દ્રિત સંસ્થા છે.

 
 
spipa