પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, ગાંધીનગર (સચિવાલય તાલીમ કેન્દ્ર)
આ કેન્દ્રમાં ત્રણ ખૂબજ સુવિધાયુકત એ.સી. વર્ગો છે. જે પૈકી ૨ વર્ગખંડો ૫૦ તાલીમાર્થીની ક્ષમતા વાળા અને એક કોમ્પ્યુટર લેબ ૨૪ તાલીમાર્થીઓની ક્ષમતાવાળી છે. આ સેન્ટરમાં ટ્રેનીંગના હેતું માટે બધી જ જરૂરી સુવિધાઓ અને LCD પ્રોજેકટર છે.
સચિવાલય તાલીમ કેન્દ્ર બહોળા વિસ્તાર સાથેના વિષયો સાથે ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ માટે યોજે છે. કેન્દ્ર સ્થાને ઇ.ડી.પી. તાલીમ કાર્યક્રમોથી તાલીમાર્થીઓની કાર્યક્ષમતા વધે તેવા કાર્યક્રમો અને કોમ્પ્યુટર કૌશલ્યવર્ધક તાલીમ કાર્યક્રમો છે. ખાતાકીય પરીક્ષા માટેના પૂર્વસેવા તાલીમ વર્ગોનું આયોજન કરવા ઉપરાંત કચેરીના વડાની વિનંતીથી કચેરીની જરૂરીયાત મુજબના વિષયો સાથેના તાલીમ વર્ગો પણ આ કેન્દ્ર દ્વારા યોજવામાં આવે છે.
સરકારશ્રીની નીતિ મુજબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને PPT દ્વારા વધુ અસરકારક રીતે તાલીમ યોજવાનો આ કેન્દ્રનો હેતુ છે. આ તાલીમ કેન્દ્ર અધિકારીઓ માટે સીસીસીપ્લસ તાલીમ અને પરીક્ષાનું આયોજન પણ કરે છે.
આ તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓને તાલીમ દરમ્યાન ઉત્તમ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત તેમા સતત સુધારો થતો રહે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.
લાઈબ્રેરી : આ તાલીમ કેન્દ્ર ખાતે ખાતાકીય પરીક્ષાઓ માટેની તૈયારી કરવા માટેના પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી આવેલી છે.આ તાલીમ કેન્દ્ર ખાતે ખાતાકીય પરીક્ષાઓ માટેની તૈયારી કરવા માટેના પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી આવેલી છે.
આ તાલીમ કેન્દ્ર ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીની વિગતો.
ક્રમ | જગ્યાનું નામ | મંજુર થયેલ મહેકમ | ભરાયેલ |
૧. | નાયબ સચિવ | ૧ |
૧ |
૨. | હિસાબી અધિકારી | ૧ | ૧ |
૩. | નાયબ સેક્શન અધિકારી | ૧ | ૧ |
૪. | ગુજરાતી ટાઈપીસ્ટ | ૧ | ૧ |
૫. | કોમ્પ્યુટર ઓપરેટર | ૧ | ૧ (એજન્સી મારફતે) |
૬. | પટાવાળા | ૨ | ૨ (એજન્સી મારફતે) |
આ તાલીમ કેન્દ્ર જુદી જુદી કચેરીઓની જરૂરીયાત મુજબના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ તાલીમ કેન્દ્ર ધ્વારા સચિવાલય ખાતે સીધી ભરતીથી નિમણુંક પામેલ નાયબ સેકશન અધિકારીઓ તેમજ ઓફીસ આસીસ્ટન્ટ માટે પૂર્વ સેવા તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે.
સરકારશ્રીની સૂચના મુજબ તેમજ સ્પીપા અમદાવાદ દ્વારા નકકી થયેલ વાર્ષિક તાલીમ કાર્યક્રમ સૂચિ મુજબ સીસીસીપ્લસ તાલીમ તેમજ સીધી પરીક્ષાઓનું આયોજન કરે છે.
આપના વિભાગ, કચેરી તેમજ બોર્ડ નિગમના અધિકારી/કર્મચારીઓને વિવિધ તાલીમમાં મોકલવા માટે નોંધણી પત્રક અધિકૃત અધિકારીની સહી તેમજ મંજૂરી સાથે ઉપરના સરનામે ચાલુ દિવસોમાં સવારે ૧૦:૩૦ થી ૦૬:૧૦ સુધીમાં મોકલી આપવા વિનંતી છે. તાલીમ માટેની ફી સ્પીપા અમદાવાદના માર્ગદર્શન મુજબ લેવામાં આવે છે.