Top
18 SPIPA Students cleared UPSC Civil Services Exam 2018.
Top
Top

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ)

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર
 

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ)

સુશાસન વ્યવસ્થા માટેનું કેન્દ્ર (ગુડ ગવર્નન્સ શાખા)

પરિચય

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ) મુખ્યત્વે સ્પીપાના સ્વાયત્ત એકમ તરીકે ગુજરાત સરકાર દ્વારા ઠરાવ ક્ર.: ટી.એલ.એમ. – ૧૦૨૦૦૫ – ૧૨૪૭ - એ.આર.ટી.ડી. – ૩, તા. ૪ માર્ચ, ૨૦૦૬ મુજબ સ્થાપવામાં આવેલ. આ કેન્દ્ર સંશોધન, મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ અને વિશિષ્ટ તાલીમ આપવાનું કામ કરે છે.

ગુજરાત સુશાસન વ્યવસ્થાકેન્દ્રનાં કાર્યો

 • જુદાં જુદાં રાજ્યોની સારી શાસન વ્યવસ્થાની પ્રણાલી અને યોજનાઓનો અભ્યાસ અને તેનું દસ્તાવેજીકરણ કરવું.
 • જુદી જુદી સંસ્થાઓ અને સુશાસન વ્યવસ્થાના ક્ષેત્રે કામ કરતા લોકો નું નેટવર્ક એ રીતે વિકસાવવું કે જેથી તેમને પરસ્પર લાભ થાય.
 • પરિસંવાદો, ચર્ચા પરિષદો, વર્ક શોપ અને સુશાસન વ્યવસ્થા પર તાલીમો યોજવી.
 • સુશાસન વ્યવસ્થામાં અપનાવવામાં આવેલ જુદી જુદી સારામાં સારી પ્રણાલીઓનો અભ્યાસ કરવો અને ત્યાર બાદ જે લોકો સુશાસન વ્યવસ્થા તરફ વાસ્તવમાં કામ કરતા હોય તેમને માટે એક પુરસ્કાર યોજના તૈયાર કરવી.
 • રાજ્યભરમાં સારી શાસન વ્યવસ્થાની બહોળી પ્રસિદ્ધિ અને પ્રસારણ.

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્રની વર્તમાન રચના

ક્રમનામહોદ્દોસંપર્ક
શ્રીમતી ઋતા ભટ્ટનોલેજ મેનેજર અને નાયબ સચિવ (સચિવાલય સંવર્ગ)ઓફીસ નં. : ૯૧-૭૯-૨૬૯૧૯૯૦૦
એક્સ. : ૨૧૬
ઈ-મેઈલ : gcgg-spipa@gujarat.gov.in
કુ. જ્યોતિ આર. ગોહિલએક્ઝિક્યુટીવ ઓફીસર(ઈ.) (રેવન્યુ સંવર્ગ)ઓફીસ નં. : ૯૧-૭૯-૨૬૯૧૯૯૦૦
એક્સ.- ૧૦૧
ઈ-મેઈલ : gcgg-spipa@gujarat.gov.in
શ્રીમતી હેતલ વ્યાસનાયબ સેક્શન અધીકારી(ઈ.)ઓફીસ નં. : ૯૧-૭૯-૨૬૯૧૯૯૦૦
એક્સ. - ૧૨૧
ઈ-મેઈલ : gcgg-spipa@gujarat.gov.in

પૂર્ણ થયેલ યોજનાઓ

 • સ્પીપાના વાર્ષિક અહેવાલનું દસ્તાવેજીકરણ.
 • "કિસાન-ઇ-સેતુ" નું દસ્તાવેજીકરણ.
 • ભરૂચ ખાતે યોજાયેલ ગુજરાત સરકારની "વાર્ષિક ચિંતન શિબિર - ૨૦૦૬" નું દસ્તાવેજીકરણ.
 • મહેસાણા ખાતે યોજાયેલ ગુજરાત સરકારની "વાર્ષિક ચિંતન શિબિર - ૨૦૧૧" નું દસ્તાવેજીકરણ.
 • ગુજરાત સરકારના અંદાજપત્ર વર્કશોપ - ૨૦૦૭ / ૦૮ નું દસ્તાવેજીકરણ.
 • ૨૦૦૮ - ૦૯ ના ગુજરાત સરકારના બજેટના અમલીકરણ પર ઉચ્ચ સ્તરીય મંત્રણાનું દસ્તાવેજીકરણ.
 • "તેમના દ્વારા શીખો" (ડી.ઓ.પી.ટી. (DoPT) પ્રકાશન) દ્વારા "ઉત્તમ મુહાવરા (બેસ્ટ પ્રેકટીસીસ)" નો ફેલાવો.
 • ભારત સરકારના "તાલીમ દરેક માટે" કાર્યક્રમનું અમલીકરણ તેમજ દસ્તાવેજીકરણ.
 • GCERTના સહયોગમાં DIET ફેકલ્ટીઝ માટે ઇન્ડક્શન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન.
 • શૈક્ષણિક પ્રશાસકોને GCERTના સહયોગમાં તાલીમનું આયોજન
 • કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ ઓન સસ્ટેનેબલ અર્બન ટ્રાન્સપોર્ટ અન્વયે તાલીમનું આયોજન.
 • NULM અંતર્ગત કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ અન્વયે તાલીમનું આયોજન.
 • સુશાસન વ્યવસ્થા માટેનું કેન્દ્ર તરફથી નેશનલ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ (NPCBP) હેઠળ તાલીમ કાર્યક્રમનું આયોજન.
 • ડી. પી. એ. આર. જી., ભારત સરકાર દ્વારા ડી. એફ. આઇ. ડી. દ્વારા રજૂઆત પામેલ "તાલીમી હસ્તક્ષેપ દ્વારા ગરીબી ઘટાવ માટે ક્ષમતા વિકાસ" ના કાર્યક્રમનું અમલીકરણ.
 • ગુજરાતમાં ક્ષમતા વિકાસ માટે આર. ટી. આઇ. (RTI) વિભાગ, સ્પીપામાં આર. ટી. આઇ. (RTI) ના પ્રવેશનો યુ. એન. ડી. પી. (UNDP) ના કાર્યક્રમ અંગે સંશોધન અને દસ્તાવેજીકરણ.
 • સ્પીપાના અધિકારીઓ અને કર્મચારીગણ માટે લક્ષ નક્કી કરવાનો પ્રયોગ.
 • સી. જી. જી. (CGG) - હૈદ્રાબાદ ખાતે યોજાયેલ પ્રાદેશિક વર્કશોપમાં આર.ટી.આઈ. (RTI) માટે સંચાર વ્યવસ્થાની વ્યૂહરચનાની તૈયારી અને પ્રદર્શન વર્કશોપ.
 • એન.પી.સી. (NPC) દ્વારા એક દિવસીય સરકારના દસ્તાવેજોની પુન:તપાસણી અને ભલામણ.
 • જી. એ. ડી. (GAD) માટે ગુજરાતની "ઉત્તમ મુહાવરા (બેસ્ટ પ્રેકટીસીસ)" ની રજૂઆત, જી. ઓ. જી. (GoG) માટે વહીવટી સુધારણા પંચ, જી. ઓ. આઇ. (GoI) સુધીની રજૂઆત.
 • મહેસૂલ વિભાગ નું મૂલ્યાંકન અને સંશોધન, ગુજરાત સરકાર (GoG).
 • ભારત સરકારના આયોજન કમિશનના તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય, જિલ્લાઓ, તાલુકા કક્ષાએ ૨૬૦૦ અધિકારીઓને માનવ વિકાસ માટે ક્ષમતા નિર્માણ અંગે તાલીમ તથા Satcom અંતર્ગત ગ્રામ્ય સ્તરના એક દિવસ અને ૨ દિવસ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં ૧૮૦૦૦ કરતાં વધુ ગ્રામ્ય સ્તરના અધિકારીઓને તાલીમ આપવામાં આવી.
 • ભારત સરકારના સામાન્ય વહીવટી વિભાગ નીચે ડી. એફ. આઇ. ડી. દ્વારા રજૂ થયેલ કાર્યક્રમ "નવીનીકરણ દ્વારા ગરીબી ઘટાડવા અંગે ક્ષમતા વિકાસ" અંગે સલાહસૂચન.
  • ગરીબી ઘટાડવા માટે ડી. ડી. ઓ. (DDO) જામનગર: લેન આધારીત કેન્દ્રીય ડેટાબેઝની રચના અને સોફ્ટવેરનું અપડેશન
 • સામાન્ય વહીવટી વિભાગ, ગુજરાત સરકાર માટે મૂલ્યાંકન કાર્ય.
  • જનસેવા કેન્દ્ર, નાગરિક કેન્દ્ર, સ્વાન્ત: સુખાય
  • કામગીરી માટે તાલીમી નીતિ
  • તાલીમી વ્યવસ્થા
  • મામલતદાર કચેરીની કામગીરીનાં ધોરણો
 • સુશાસન વ્યવસ્થા માટેનું કેન્દ્ર તરફથી સેન્ટર ફોર ઇનોવેશન્સ ઇન પબ્લીક સિસ્ટમ્સ (CIPS) સાથે વિવિધ વિષયો માટેની તાલીમ કાર્યક્રમો યોજવા MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) અંતર્ગત કાર્યક્રમ સંપન્ન કરેલ છે.
 • કોફી ટેબલ બુક અંતર્ગત સ્વાર્ણિમ સ્વાંત: સુખાય પ્રોજેક્ટ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પબ્લિશ કરવાની કામગીરી સંપન્ન કરેલ છે.

વિશેષ તાલીમી કાર્યક્રમો

 • નેશનલ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ (NPCBP)
 • JnNURM માટે સેન્સેટાઇઝેશન પ્રોગ્રામ
 • સેન્ટર ફોર ઇનોવેશન્સ ઇન પબ્લીક સિસ્ટમ્સ (CIPS) ના સહયોગથી વિવિધ ક્ષેત્રો માં ઈનોવેટીવ પ્રેકટીસીસ

ગુજરાત સુશાસન વ્યવસ્થા કેન્દ્ર (ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ) આમંત્રે છે...

 • સંશોધનકારો, પ્રશિક્ષકો, સંશાધકીય કર્મચારીઓ, એકેડમીના સભ્યો, વિદ્યાર્થીઓ, સરકારી અમલદારોને પ્રવૃતિ આધારીત યોજના અને સંલગ્ન કામગીરી માટે સદર સેન્ટર.
 • સુશાસન, જાતિ અને જાતિ અંદાજપત્રો, માનવ અધિકાર, માહિતિ અધિકાર, યોજના વિકાસ અને સંચાલન વગેરે માટે વિશેષ તાલીમી કાર્યક્રમોનું સંચાલન કરવું.
 • સંશોધન, મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ કાર્ય માટે સરકારી વિભાગો, સંઘ - પાલિકા, નિગમ, અન્ય એજન્સીઓ અને સંસ્થાઓને પગાર ઉપર અને અનુદાન સહાયક.
 
 
spipa