પ્રસ્તાવના
પ્રસ્તાવના
હેતુ અને પરિચય
ગુજરાત સરકારે સનદી સેવા પરીક્ષા માટે પ્રશિક્ષણ આપવા માટેની યોજના સપ્ટેમ્બર, ૧૯૯૨ થી સરદાર પટેલ રાજય વહીવટી સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો, કે જેઓ કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા સંચાલીત થતી સિવિલ સર્વિસીઝ (આઈ.એ.એસ. / આઈ.પી.એસ. / આઈ.એફ.એસ.) માં જોડાવા માટે મહત્વાકાંક્ષા ધરાવતા હોય, તેમને તાલીમ આપવા માટે શરૂ કરેલ છે.
વહીવટી પાંખ : સરકારે આ કેન્દ્ર ચલાવવા માટે નીચેની જગ્યાઓ મંજુર કરેલ છે :
ક્રમ | મંજુર જગ્યા |
૧ | સંયુક્ત નિયામક |
૨ | મદદનીશ (સચિવાલય કેડર) અથવા નાયબ મામલતદાર |
૩ | ટાઇપિસ્ટ (અંગ્રેજી અથવા ગુજરાતી) |
૪ | પટાવાળા કમ ડ્રાઈવર |
૫ | બેરર |
૬ | રસોઇયો |
નોંધ : આ કેન્દ્રની પ્રવૃત્તિઓને વધારે પ્રબળ બનાવવા માટે નીચેના અધિકારીઓ પણ, તેમની નિયમિત ફરજ ઉપરાંત, આ કેન્દ્રને ફાળવવામાં આવેલ છે. |
૧ | સંશોધન અધિકારી |
સવલતો
- વાતાવરણ
લગભગ ૧૦૦ ઉમેદવારોનું એક જુથ એક જ લક્ષ્ય માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમની વચ્ચેની અરસપરસની ચર્ચા વિચારણા અત્યંત ઉપયોગી થતી જોવા મળેલ છે. સ્પીપા આ જૂથ કાર્ય માટે એક મંચ પુરું પાડે છે. બગીચા અને હરિયાળી જમીન સાથેનું ૮ એકર વિસ્તારની જમીનનું આ કેમ્પસ અભ્યાસ માટે એક કુદરતી વાતાવરણ ઉભું કરે છે. - તાલીમ
સમન્વિત તાલીમ કે જે રાજ્ય સેવા પરીક્ષાનાં ત્રણેય તબક્કાઓ, જેવા કે, પ્રિલીમ, મુખ્ય અને ઈન્ટરવ્યુ, ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. સ્પીપા સાથે જોડાયેલા વિપુલ અનુભવવાળા વ્યાખ્યાતા ઉમેદવારોને ફક્ત સામાન્ય અભ્યાસ માટે જ નહીં પરંતુ વૈકલ્પિક વિષયો માટે પણ મદદરૂપ થાય છે. - પુસ્તકાલય
સમૃદ્ધ પુસ્તકાલય સનદી સેવા પરીક્ષાના સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયો માટેનાં આધુનીક સામગ્રી અને પુસ્તકો સાથે સજ્જ છે. ઉમેદવારો માટે એક મોકળાશવાળો, હવા – ઉજાસવાળો વાંચન કક્ષ પુરો પાડવામાં આવેલ છે. સામયિકો અને વર્તમાન પત્રોની વિશાળ શ્રેણી પણ ઉપલબ્ધ છે. - પ્રવૃત્તિઓ
નિષ્ણાત વ્યાખ્યા દ્વારા સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયોની નિયમિત તાલીમ. વર્તમાન ઘટનાઓ પર ઉમેદવારો દ્વારા જૂથ ચર્ચાઓ અને રજૂઆતોની હારમાળા નિયમિત રીતે યોજવામાં આવે છે. ઉમેદવારોના મૂલ્યાંકન માટે માટે સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયો ઉપર કસોટી અને નિબંધ લેખન વારંવાર યોજવામાં આવે છે.