Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top
 

પ્રશ્નોત્તરી

પ્રશ્નોત્તરી

૧) CCC+ ની પરીક્ષા કયારે અને કોણ આપી શકે?

CCC+ જો CCC પાસ કરેલ હોય તો અને કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી કરતા હોય અને તેને પ્રમોશન મળવા પાત્ર હોય તો તેને CCC+ ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

૨) CCC+ આપવા માટે પગારધોરણ કેટલો હોવો જોઈએ?

CCC+ આપવા માટે પગારધોરણ ૯૩૦૦-૩૪૮૦૦ હોવો જોઈએ.

૩) CCC+ તાલીમ સ્પીપામાં કોણ લઈ શકે છે?

હાલ અમદાવાદમાં અથવા અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લામાં નોકરી કરતા હોય એ સ્પીપા માં તાલીમ લઈ શકે છે.

૪) CCC+ ની તાલીમ કેટલા દિવસની હોય છે? તાલીમ નો સમય શું હોય છે? અને પરીક્ષા કયારે હોય છે?

CCC+ ની તાલીમ ૧૨ દિવસની હોય છે. તાલીમ નો સમય સવારના ૯-૩૦ થી સાંજના ૪-૪૫ કલાકનો હોય છે. તાલીમ પૂરી થયા પછી તાલીમના બીજ જ દિવસે પરીક્ષા લેવામાં આવે છે.

૫) CCC+ ની તાલીમ ફી અને પરીક્ષા ફી કેટલી છે?

CCC+ ની તાલીમ ફી રૂ. ૨૪૦૦ અને પરીક્ષા ફી રૂ. ૧૫૦ એમ કુલ થઈ ને રૂ. ૨૫૫૦ છે.

૬) CCC+ ની તાલીમ અને પરીક્ષા ફી કયારે ભરવાની હોય છે?

CCC+ ની તાલીમ અને પરીક્ષા ફી જયારે તાલીમ દરમિયાન હાજર થયા પછી બે દિવસ માં ભરવાની હોય છે.

૭) CCC+ ની તાલીમ અને પરીક્ષા નું ફોમૅ ભર્યા પછી કેટલા દિવસ ની અંદર નંબર આવી શકે? અને તાલીમ કઈ તારીખ ની બેચમાં છે એ અમને કઈ રીતના જાણ કરવામાં આવે છે?

CCC+ ની તાલીમ અને પરીક્ષા નું ફોમૅ ભર્યા પછી જો તમારુ ફોમૅ પેઇન્ડીંગમાં હશે તો ૪૦-૪૫ દિવસ પછી નંબર આવે અને જો પેઇન્ડીંગમાં ન હોય તો ફોમૅ ભર્યા પછી જે નવી બેચ શરૂ થતી હશે તેમાં નંબર આવી શકે. તાલીમ જયારે શરૂ થવાની હશે તે પહેલા કોલ લેટર મોકલીને જાણ કરવામાં આવે છે.

૮) CCC+ ની તાલીમ અને પરીક્ષા માટે ફોમૅ ભરવામાં આવે છે? અને ફી ભરવા માટે કેસ/ચેક/ડ્રાફટ કઈ રીતના ભરવામાં આવે છે?

હા, CCC+ ની તાલીમ અને પરીક્ષા માટે એક નોંધણી કરવવાનું ફોમૅ અને તાલીમ દરમિયાન એક રજીસ્ટ્રેશન ફોમૅ ભરવામાં આવે છે. જો અમદાવાદમાં ફરજ બજાવતા હોય તો ચેક અથવા ડ્રાફટ દ્વારા અને અમદાવાદની બહાર ફરજ બજાવતા હોય તો ફરજિયાત ડ્રાફટથી જ ફી ભરવાની રહેશે.

૯) ચેક/ડ્રાફટ કયા નામનો લેવામાં આવે છે?

ચેક/ડ્રાફટ નાયબ નિયામક (હિસાબ), સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ના નામનો લેવામાં આવે છે.

૧૦) CCC+ ની તાલીમમાં મટિરિયલ્સ આપવામાં આવે છે? અને તે મટિરિયલ્સ ઓનલાઈન ઉપલબ્ધ છે?

હા, તાલીમ દરમિયાન CCC+ ની તાલીમ પુસ્તિકા આપવામાં આવે છે. અને તે પુસ્તિકા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

૧૧) તાલીમ દરમિયાન રહેવા માટે અને જમવા માટેની સુવિધા છે? રહેવા માટે અને જમવા માટેની ફી અલગ થી હોય છે?

હા, તાલીમ દરમિયાન રહેવા માટે અને જમવા માટે હોસ્ટેલની સુવિધા છે. ના, રહેવા માટે અને જમવા માટેની ફી અલગ થી નથી.

૧૨) હાલ અમદાવાદ જિલ્લાની બહાર ફરજ બજાવતા હોય અને રહેઠાણ અમદાવાદમાં હોય તો તેને સ્પીપા ખાતે તાલીમ આપી શકાય?

હા, અમદાવાદ જિલ્લાની બહાર ફરજ બજાવતા હોય અને રહેઠાણ અમદાવાદમાં હોય તો તેને સ્પીપા ખાતે તાલીમ આપી શકાય છે પણ એક શરત મુજબ તેને સ્પીપા માં તાલીમ લેવી હોય તો TADA ન લેવાની શરતે તેને સ્પીપા ખાતે આપવામાં આવે છે.

૧૩) પ્રોજેકટ મેનેજમેન્ટ ની તાલીમ કોણ આપી શકે?

જે ગર્વમેન્ટ ઓફિસર વર્ગ ૧-૨ હોય એ આપી શકે.

૧૪) પ્રોજેકટ મેનેજમેન્ટ ની તાલીમ કેટલા દિવસની હોય છે? અને ફી શું હોય છે?

પ્રોજેકટ મેનેજમેન્ટ ની તાલીમ બે દિવસ ની હોય છે અને ફી પ્રતિ દિન રૂ. ૫૦૦ લેખે બે દિન ની કુલ ફી રૂ. ૧૦૦૦ છે.

૧૫) કોમ્પ્યુટર સિક્યુરીટી અવરનેશ ની તાલીમ કોણ આપી શકે?

જે ગર્વમેન્ટ ઓફિસર વર્ગ ૧-૨ હોય એ આપી શકે.

૧૬) કોમ્પ્યુટર સિક્યુરીટી અવરનેશ ની તાલીમ કેટલા દિવસની હોય છે? અને ફી શું હોય છે?

કોમ્પ્યુટર સિક્યુરીટી અવરનેશ ની તાલીમ એક દિવસ ની હોય છે અને ફી રૂ. ૫૦૦ છે.

 
 
spipa