Top
13 SPIPA Students cleared UPSC Civil Services Exam 2019.
Top
Top

SIRD વિષે

SIRD વિષે
 

એસઆઈઆરડી વિષે

એસઆઈઆરડી વિષે

પરિચય

રાજય ગ્રામ વિકાસ સંસ્થા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની રાજ્યની સર્વોચ્ચ સંસ્થા છે. વર્ષ ૨૦૦૬માં એસ.આઈ.આર.ડી.નું સ્પીપા સાથે જોડણ ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ ની એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવેલ છે. એસ.આઈ.આર.ડી. ની સ્થાપના ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬નાં રોજ કરવામાં આવી હતી.

દૂરદર્શીતા

ગ્રામીણ લોકોના લાભ માટે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થાય તે માટે ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓના ક્ષમતાવર્ધક માટેના શ્રેષ્ઠ કેન્દ્ર તરીકે ઉભરી આવવું.

ધ્યેય

ગ્રામીણ લોકોનાં ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો, સેમિનારો, નવતર કાર્યક્રમો, અને કાર્યશાળાઓનાં આયોજન ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓનાની સંવેદનશીલતા અને ક્ષમતાઓનો વિકાસ કરવો.

હેતુઓ

એસ.આઈ.આર.ડી.ના હેતુઓ નીચે મુજબ છે :

  • ગ્રામ વિકાસ અને પંચાયતી વિભાગ તેમજ વિવિધ લક્ષ્ય જૂથોના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ, સેમિનાર અને નવતર કાર્યક્રમોનું આયોજન કરવું.
  • વિવિધ લક્ષ્યાંક જૂથો માટે જરૂરીયાત આધારિત તાલીમ મોડયુલ વિકસાવવા.
  • વિવિધ તાલીમ કાર્યક્રમો માટે સાહિત્ય તૈયાર કરી અને તેના ધ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની વિવિધ પ્રવૃતિઓની માહિતીનો જાણકારી પુરી પાડવી.
  • ગ્રામ વિકાસ અને પંચાયતી રાજની પંસદ કરેલી પ્રવૃતિઓનું મુલ્યાંકન કરવું અને સંશોધન હાથ ધરવું.

સંચાલકીય માળખું

સંચાલકીય માળખું

ભવિષ્યનું કાર્યલક્ષ્ય

  • સરકારશ્રીની પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ યોજનાના અમલીકરણ માટે સરકારશ્રીના કર્મચારીઓ - અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓને વખતો વખત સેમીનાર, વર્કશોપ દ્વારા જ્ઞાનવ્રુધ્ધિ, કૌશલ્ય અને લોકાભિમુખ અભિગમ તરફ લઇ જવા.
  • SIRD દ્વારા ઉક્ત યોજનાઓનું મુલ્યાંકન અને દોરવણી કરવામાં આવે છે. તેના અમલીકરણ અને નિતિઘડતર માટે દિશા નિર્દેશ કરવામાં આવેલ છે. અમલિકરણ સેમીનાર બાદ આ યોજનાઓ પ્રતિ ભવિષ્યમાં કરવા યોગ્ય સકારાત્મક સુધારાઓ, નિતિનિર્ધારણ ના માપદંડો, વિગેરે માટે પ્રતિકાત્મક તાલીમ આપી નિશ્ર્ચિત કરવામાં આવે છે જેથી આગળ ઉપર સરકારશ્રીની યોજનાઓમાં ફેરફાર કરવામાં કામ કરે છે.
  • SIRD દ્વારા મૌલિક રીતે તાલિમ કાર્યક્રમો, નિતિ-નિયમોમાં સંસોધનો, અમલીકરણની વ્યૂહરચના અને લોકોની સહભાગીતા વધે તે માટે ઝિણવટભર્યુ આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ગ્રામ વિકાસ, પીવાનું પાણી, ગટરવ્યવસ્થા, ગ્રામાઆરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ,યુવા, બાળ અને મહિલા સશક્તિકરણ સહીતનો માનવ વિકાસ તાલીમ દ્વારા લોકોનું કૌશલ્યવર્ધન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.
  • સમગ્ર રાજ્યમાં તાલીમ અને નાનામાં નાની બાબતો પ્રત્યે સભાનતાપૂર્વક ધ્યાન આપી સંસ્થાકિય અને વૈકતિક વિકાસ થાય વ્રુતિ વર્તુણુંક અને સંવાદીતાના આદર્શ મોડેલ ઉભા થાય પ્રેણનાત્મક, સુધારાત્મક ફેરફારો દ્વારા માનસિક તણાવ ઓછો કરી પરીસ્થીતીનું નિયમન કરી શકાય આ મુખ્ય હેતુ થી SIRDનું સંચાલન કાર્યરત છે.

Physical Progress

YearProgramsParticipants Man Days
2013-201447727,350 36,298
2012-201325812,456 28,965
2011-20121887,145 11,547
SATCOM Programs
2013-2014233,597 33,597
2012-201341,15,448 1,15,448
2011-2012561,716 61,716
PESA Orientation Training Programs
2013-201446685,862 85,862
Monitored and Supervised BNVs Programmes at District Level Training Programs
2013-20141502,510 7,530

Financial Progress

YearGrant Released by GOIGrant Released by GOG Total Grant Expenditure
2013-201453.5050.00 103.50 88.93
2012-201356.1873.04 129.22 194.02
2011-201245.0350.00 104.03 129.00

Case Study

 
 
spipa